ઓર્ગેનિક અને નોકા સર્ટીફીકેટ સાથે બાયોરક્ષક - 80 સંપૂર્ણ કેમિકલ રહિત બિનઝેરી ઔષધીઓના અર્ક માંથી સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી બનાવેલ છે. બાયોરક્ષક - 80 ઉધઈ, સફેદ ધૈણ અને અન્ય જમીન જન્ય કીટકોનો નાશ કરે છે. જે જમીન માં ઉધઈ કે સફેદ ધૈણ આવતા હોય તે જમીનમાં વાવણી વખતે બીયારણને બાયોરક્ષક - 80 નો પટ આપી વાવણી કરવાથી નોંધપાત્ર ફાયદો થાય છે. ઉપયોગ ની રીત :- મગફળી જેવા પાકમાં ઉધઈ કે સફેદ ધૈણની ઈયળ શરૂઆતમાં મગફળીના બારીક મુળ ખાય છે ત્યારબાદ મુખ્ય મુળ નુકસાન કરે છે. આથી પાકના ગમે તે સ્ટેજ ઉપર બાયોરક્ષક - 80 પ્રતિલીટર 4 થી 5 મીલી પ્રમાણે ચાસમાં ડ્રેન્ચીંગ કરવુ અથવા હેકટરે 4 થી 5 લિટર બાયોરક્ષક - 80 ટીપે ટીપે છુટા પાણી સાથે પણ આપી શકાય છે. તેમજ ડ્રીપમાં પણ અપાય છે. 20 થી 22 દિવસે રીપીટ માં ડ્રેન્ચીગ કરવાથી પાકને થતું નુકસાન અટકાવી શકાય છે. વનસ્પતિ જન્ય હોવાથી પાક માટે પોષક અસર કરે છે. પાક અને મુળનો વિકાસ પણ સારો થાય છે. તેમા રહેલા સેનદ્રીય તત્વો જમીનની ફળદ્રુપતા પણ વધારે છે.