નમસ્કાર ખેડૂતમિત્રો:આજના સમય માં મોગવારી ને પહોંચી વળવા માટે રોકડીયા પાક ની ખુબજ આવશ્યકતા અને આ આવશ્યકતા પૂરી કરવા આજના સમય માં ગીલોડી ની શાકભાજી ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. આ શાકભાજી ખુબજ ઓછા સમય મો તૈયાર થઈ જાય છે.તો મિત્રો આ શાકભાજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશ. (૧),ગીલોડી દરેક પ્રકાર ની જમીન માં સહેલાઇ થી થઇ સકે છે.ગોરાડુ જમીન ખુબજ માફક આવે છે (2)રોપણી સમય:આમતો ગીલોડી ની રોપણી ફેબ્રઆરી થી માર્ચ અને પાણી ની વ્યવસ્થા હોય તો ઉનાળા મો પણ કરી સકાય છે.પણ સવ થી વધારે રોપણી કરવા માટેનો સમય જૂન થી સપ્ટેમ્બર છે.ચોમાસા માં રોપણી કરીએ તો વાદળ છાયું વાતાવરણ ખુબજ માફક આવે છે.છોડ વિકાસ પણ બોવ જડપી થાય છે (૩)કેટલા સમય માં ઉપજ મળે છે:રોપણી પછી સારી માવજત કરીએ તો ૩૦થી ૪૦ દિવસ માં ઉપજ મળવાનું ચાલુ થઈ જાય છે. (૪):બજારભાવ:સરેરાશ ૩૦૦થી લઇ ૬૦૦રૂપિયા ૨૦કિલો ના (૫): ૩ થી ૪ દિવસ અંતરે વીણવા (૬): વિગા દીઠ ૧૫થી ૩૦ મણ નો ઉતારો (૭):વિગા દીઠ ૧૦ ટ્રેક્ટરની ટ્રોલી છાણીયું ખાતર નાખી ખેડ કરવી ત્યાર પછી રોપણી કરવી વધારે માહિતી માટે સંપર્ક કરો:૭૬૯૮૧૯૭૭૨૮ સંજય પઢિયાર ગામ, ચમારા તા,આંકલાવ જી,આણંદ